ઓ મારા મીત


 

ગીત: ઓ મારા મીત

ફિલ્મ: મારા રુદિયે રંગાણા તમે સાજણા


ઓ મારા મીત, વાગે સંગીત

સાંભળજે તું ગીત મારું ઓ મારા મીત (૨)

ઓ સમણા ના સંગાથી હવે સામે આવો સાથી (૨)

તને પળ પળ તરસે સાજણ મારી પ્રીત રે. ઓ મારા મીત

ઓ મારા મીત, વાગે સંગીત

સાંભળજે તું ગીત મારું ઓ મારા મીત 

ઓ મારા મીત


હે પાણી પર્વત વનરાયું માં વાયરો થઇ ને ગાવું છું (૨)

કુદરત ની તું રંગોળી હું રંગ પૂરવા આવું છું

મારા અંતર માં ચિતરાણી મંડા માં મુરત પ્યારી

મારૂ કાળજ કોરે નેણ તમારા નીત રે ઓ મારા મીત

ઓ મારા મીત, વાગે સંગીત

સાંભળજે તું ગીત મારું ઓ મારા મીત 

ઓ મારા મીત 


હે ભવ ભવ ની ઓળખાણ બાંધવા પ્રેમ નો ધાગો બાંધીશું (૨)

પ્રીત નો સાગર છલકાવી ને અંતર મન ભીંજાવીશું 

મારું મનડું થઇ પુંજારી નીત પૂજા કરે તમારી

તમે પૂરી કરજો પ્રેમ ની સાચી રીત રે ઓ મારા મીત

ઓ મારા મીત, વાગે સંગીત

સાંભળજે તું ગીત મારું ઓ મારા મીત 


mp3 song


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ