ભમ્મરીયાળો

 


ગીત: ભમ્મરીયાળો


કાળો ભમ્મરીયાળો જામો (જામો)

પેરાવું પેરાવું કાળા કાન ને રે 

હે કાળો ભમ્મરીયાળો જામો પેરાવું પેરાવું કાળા કાન ને રે

કાળો ભમ્મરીયાળો જામો પેરાવું પેરાવું કાળા કાન ને રે

હે એને માથે થી મોતીડે વધાવું

હે એને નવલખા હિરલે જડાવું પેરાવું કાળા કાન ને

હે કાળો ભમ્મરીયાળો જામો પેરાવું પેરાવું કાળા કાન ને રે

છુમ છુમ વાગે ઘુમરીયું ઘુમરીયે તો રણકાર છે (૨)

હે દલ ની દલ વાડી એ બસ તારું નામ છે

રાધા ના રુદિય નો શ્વાસ ઘનશ્યામ છે


છાનું રે સપનું કાઇ સપનું કેવાય નય (૨)

ખનકે ના ઝાંઝર તો ઝાંઝર કેવાય નય 

હો છાનું રે સપનું કાઇ સપનું કેવાય નય

ખનકે ના ઝાંઝર તો ઝાંઝર કેવાય નય

ખનકે ના ઝાંઝર તો ઝાંઝર કેવાય નય


વનરાતે વન માં રૂડો રાસ જામ્યો છે

રાધા સંગ રમે જશોદા નો જાયો રે

રાધા ના હૈયે હરખ ના માયો રે

સુણી વાસળી નો જગમગ લાયો રે

શ્યામ તારા પ્રેમ ની રાધા છે ઘેલી

જોઈ પ્રીતમ ને આંખે હરખ ની હેલી

કાળો ભમ્મરીયાળો જામો પેરાવું પેરાવું કાળા કાન ને રે (૨)

છુમ છુમ વાગે ઘુમરીયું ઘુમરીયે તો રણકાર છે (૨)


જોઈ શ્યામ ને રાધા ની આંખે વરસે વરસાદ

આજે રાસ ના રંગે રંગાયો ધરતી ને આકાશ

આજ સમણા માં સમણા જેવી રે વાત છે

વાલમ નો સાથ છે ને અજવાળી રાત છે

હો વહાણ હાંકો મેવાસી વણજારા

હોવે હોવે મેવાસી વણજારા હે વણજારા રે...

તારો ભમ્મરીયાળોભાલો મારગડા માં રોપ્યો છે વણજારા રે.


 શ્યામ તારી વાસળી ની માયા લાગી રે

રમવાને રાસ રાતો મારી જાગી રે

હો જન્મો જન્મ ની પ્રીત તારી મારી રે

વાટ મારી જોવે રાધા દિવાની રે

રાધા ને શ્યામ ની અમર આ કહાની

મોહન મથુરા ને ગોકુળીયે રાધા રાણી

કાળો ભમ્મરીયાળો જામો પેરાવું પેરાવું કાળા કાન ને રે (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ