જાન જોડી આવ્યા



 ગીત: જાન જોડી આવ્યા

ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા


હે જાન જોડી આવ્યા શું ઘાટ ઘડાવી લાવ્યા

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

કો: હો હો હો જાન જોડી આવ્યા

શું ઘાટ ઘડાવી લાવ્યા મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

હો હો હો જાંજરી ની  જોડી મારા બેને નાખી તોડી

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

કો: હો હો હો જાંજરી ની  જોડી મારા બેને નાખી તોડી

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

હો હો હો તમે જૂની લાવ્યા સાડી હવે લાજો વર ના માડી

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

કો: હો હો હો તમે જૂની લાવ્યા સાડી હવે લાજો વર ના માડી

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

સમજ્યા વેવાણ


એ સોના નું સળેકડું ને વાયરે ઉડતું જાય રે (કોરસ) (૨)

એ વેવાણ તારું નાક વાઢયું જાણ ભૂખી જાય રે (કોરસ) (૨)

હો ભોએ સુવાડયા ભૂખે માર્યા સાચડીએ ચટકાવ્યા રે (કોરસ) (૨)

અરે ખારા કૂવા નું પાણી પાયું ખરા બપોરે  કાઢ્યા રે (કોરસ) (૨)

સોના નું સળેકડું ને વાયરે ઉડતું જાય રે


એ અલ્લક બંટી તલ્લક બંટી તાંજલિયો મગદાળ ચોખ્ખો વાકડીયો

કોરસ: હો ચોખ્ખો વાકડીયો

હે અલ્લક બંટી તલ્લક બંટી તાંજલિયો મગદાળ ચોખ્ખો વાકડીયો

કોરસ: હો ચોખ્ખો વાકડીયો

હા લીમડે જાજી લીંબોળી ને  હાલર હૂલર થાય (૨)

બાયલો થઈ ને જોર બતાવે (૨) તારા થી શું થાય ચોખ્ખો વાકડીયો

કોરસ:હો ચોખ્ખો વાકડીયો

અલ્લક બંટી તલ્લક બંટી તાંજલિયો મગદાળ ચોખ્ખો વાકડીયો

કોરસ:હો ચોખ્ખો વાકડીયો

એ વેવાણ દૂધ ની સવાદણી ને પાડો દોવા જાય (૨)

એ પાડે માર્યું પાટુ ઈતો (૨) ઓય ઓય કરતી જાય ચોખ્ખો વાકડીયો

કોરસ:હો ચોખ્ખો વાકડીયો

અલ્લક બંટી તલ્લક બંટી તાંજલિયો મગદાળ ચોખ્ખો વાકડીયો

કોરસ:હો ચોખ્ખો વાકડીયો


એ ગોર બ્રાહમન સાક્ષી છે જાનૈયા વકીલ છે

છેટા રેજો માંડવ્યા આ કન્યા કેસ અમારો છે (કોરસ) (૨)

એ નય ચાલે એના દાદા નું નય ચાલે એની માતા નું

નય ચાલે એની ફઈબા નું આ કન્યા કેસ અમારો છે (૨)

એ ગોર બ્રાહમન સાક્ષી છે જાનૈયા વકીલ છે

છેટા રેજો માંડવ્યા આ કન્યા કેસ અમારો છે (કોરસ) (૨)


એ અડી કડી ના અવળા દોર એલ્લારો

કોની કોની મેડીએ ચડ્યા ચોર એલ્લારો

અણવર ની મેડીએ ચડયા ચોર એલ્લારો

અણવર તમારું શું શું ગયું એલ્લારો

અણવર કે મારો ચોણ્યો  ગ્યો એલ્લારો

 એ અડી કડી ના અવળા દોર એલ્લારો

કોની કોની મેડીએ ચડ્યા ચોર એલ્લારો

ભરતભાઇ ની મેડીએ ચડયા ચોર એલ્લારો

ભરતભાઇ તમારું શું શું ગયું એલ્લારો

ભરતભાઇ કે મારી સાળી ગઈ એલ્લારો

એલ્લારો (૧૦)


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ