ઘમ્મર ઘમ્મર


 

ગીત: ઘમ્મર ઘમ્મર

ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા


હે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણું ગાજે

શ્યામ આવી ને મારી મટુકી ફોડે

અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે

કોરસ: ઘમ્મર ઘમ્મર....

મટુકી ફોડે ને મારા મહિદા ઢોળે

શ્યામ આવી ને મારી મટુકી ફોડે

અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે

કોરસ: ઘમ્મર ઘમ્મર....


જમના ને કાંઠે હુંતો મોરલી વગાડુ

મોરલી વગાડી તારા દલ ને રીજાવું (૨)

વાગી વાગી (૨) મોરલી ને ભૂલી હુંતો ભાન

શ્યામ આવી ને મારી મટુકી ફોડે

અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે

કોરસ: ઘમ્મર ઘમ્મર....


ચાર પાંચ ગોવળીયા ટોળે વળીને

એક બીજા ને કાંધે ચડી ને (૨)

 મટુકી માં (૨) મોરલી મારે મારો શ્યામ

શ્યામ આવી ને મારી મટુકી ફોડે

અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે

કોરસ: ઘમ્મર ઘમ્મર....


એક એક કાન ને એક એક ગોપી

તોયે કાનુડા એ રાધા ને લોપી (૨)

વનરાવન માં (૨) રાસ રસાવે મારો શ્યામ

શ્યામ આવી ને મારી મટુકી ફોડે

અરેરેરે...શ્યામ આવી ને મારી મટુકી ફોડે

કોરસ: ઘમ્મર ઘમ્મર....

mp3 song

Post a Comment

0 Comments