કોણ જાણે હવે ક્યારે મળીશું



ગીત: કોણ જાણે હવે ક્યારે મળીશું

તારા વિના હવે કેમ રે જીવીશું (૨)
કોણ જાણે હવે ક્યારે મળીશું (૨)
આસુડાં ની ધારે દરિયા ભરીશું (૨)
કોણ જાણે હવે ક્યારે મળીશું (૨)
હો છોડયા મજધારે કોના રે સહારે
હૈયું પોકારે તમને મળવું મારે
વાલી હૈયું પોકારે તમને મળવું મારે
તારા વિના હવે કેમ રે જીવીશું (૨)
કોણ જાણે હવે ક્યારે મળીશું (૨)

હો વાદળ વિદાઇ ના કેવા રે ઘેરાયા
આંખો ના આંગણીએ મેહુલા આયા
લેખ આ નસીબ ના કેવા રે લખાયા
હાથ માં હાથ હતા પળ માં છોડાયા
હો પ્રેમ ગયો હારી લેખ ગયો જીતી
દિવસો મિલન ના ગયા રે વીતી
હો પ્રેમ ગયો હારી લેખ ગયો જીતી
દિવસો મિલન ના ગયા રે વીતી (૨)
મધદરિયે છોડયા કેમ રે તરશું (૨)
કોણ જાણે હવે ક્યારે મળીશું (૨)

હ યાદો બની ને તમે હૈયા માં રહેજો
આંસુ બની ને તમે હૈયા થી વહેજો
હો મળે જો વિધાતા જરા એને કેજો
ભેગા કરી ને આમ જુદા ના કરજો
હો છોડયા મજધારે કોના રે સહારે
હૈયું પોકારે તમને મળવું મારે
હો છોડયા મજધારે કોના રે સહારે
હૈયું પોકારે તમને મળવું મારે
હૈયું પોકારે તમને મળવું મારે
તારા વિના હવે કેમ રે જીવીશું (૨)
કોણ જાણે હવે ક્યારે મળીશું (૨)
કોણ જાણે હવે ક્યારે મળીશું (૪)



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ