પરદેશી હારે પ્રીતલડી ના બાંધો



ગીત: પરદેશી હારે પ્રીતલડી ના બાંધો

*મારી આખી જિંદગી બસ તમારે નામ કરી દેત
તમે કીધું હોત તો મૌત પણ તમારે નામ કરી દેત
મેતો જોઈ લીધી બેવફાઇ તમારી સનમ (૨)
તમે કિધુ હોત તો મારી વફા પણ તમારે નામ કરી દેત
મારી વફા પણ તમારે નામ કરી દેત

પરદેશી હારે પ્રીતલડી ના બાંધો  રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો  રે (૨)
પરદેશી તમને પલ માં છોડી જાશે રે
ના રેશો એની યાદો ના વિશ્વાસે રે (૨)
પરદેશી તમને પલ માં ભૂલી જાશે રે
હો દલડું દુભાવશે યાદ ઘણી આવશે (૨)
નીંદરડી ચોરી જશે રે
પરદેશી તમને પળ માં છોડી જાશે રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો  રે (૨)
પરદેશી તમને પલ માં ભૂલી જાશે રે

હો કેમ રે ભૂલાવું સાથી તારી મારી મીઠી યાદો
હૈયા માં વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો
*દૂર થઈ ને પણ અમે તમારા થી દૂર નહીં જય શકીએ
તમારી યાદ માં કેટલા રડતાં રહીશું કહી નહીં શકીએ
ગમ એ નથી કે આપણે કદી મળી નહીં શકીએ
ગામ એક જ છે કે તમને ક્યારેય ભુલાવી નહીં શકીએ
હો કેમ રે ભૂલાવું સાથી તારી મારી મીઠી યાદો
હૈયા માં વસાવેલી પ્રેમ ભરી મુલાકાતો
તેના  રૂપ ને જોઈ મોહી કોઈ ના જાશો રે(૨)
પરદેશી તમને પલ માં ભૂલી જાશે રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો  રે (૨)
પરદેશી તમને પલ માં છોડી જાશે રે
પરદેશી તમને પલ માં ભૂલી જાશે રે

 હો વાયદા કર્યા તા તમે હરે જીવવાના
નોતી ખબર તમે છોડી રે જવાના
* તમને ઘમંડ છે તમારી બેવફાઇ પર
અમને ગર્વ છે પ્રેમ ની સચાઈ પર
જવા દયો અમે કશું જ નહીં બોલીએ (૨)
અમને પૂરી શ્રદ્ધા છે ખુદા ની ખુદાઇ પર
 હો વાયદા કર્યા તા તમે હરે જીવવાના
નોતી ખબર તમે છોડી રે જવાના
મારી જિંદગી  તારી યાદ માં પૂરી થાશે રે (૨)
પરદેશી તમને પલ માં ભૂલી જાશે રે
પરદેશી હારે પ્રીતલડી ના બાંધો  રે (૨)
પરદેશી તમને પલ માં છોડી જાશે રે
પરદેશી તમને પલ માં ભૂલી જાશે રે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ