અમે ગુજરાતી લેરી લાલા



ગીત: અમે ગુજરાતી લેરી લાલા

એ ગરવી ગુજરાત ની આ ધરતી,
જ્યાં પાક્યા રતન અણમોલ
આખી દુનીયા માં ગુજરાત મારૂ મોખરે,
એ એના કેવા મારે બે બોલ

હે કાચી કેરી ને અંગૂર કાલા (૩)
અમે ગુજરાતી લેરી લાલા (૨)
એ ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી (૨)
ગુજરાતી ની બોલ બાલા
અમે લેરી લાલા (૪)
કાચી કેરી ને અંગૂર કાલા

હા અવકાશ ની પહેલી યાત્રા કતનારી
મારા મલક ની મારી ગુજરાતી
હા અખંડ ભારત ના ઘડવૈયા એવા
સરદાર પટેલ પણ મારા ગુજરાતી
હે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી (૨)
ગુજરાતી ની બોલ બાલા
અમે લેરી લાલા (૪)
કાચી કેરી ને અંગૂર કાલા

હા ચૌદ વરસ ની ચરણ કન્યા
સાવજ ભગદે એ મારી ગુજરાતી
હા મસ્તક પડે ને જેના ધડ રે લડે
એવા દાદા વચ્છરાજ પણ મારા ગુજરાતી
ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી (૨)
ગુજરાતી ની બોલ બાલા
અમે લેરી લાલા (૪)
કાચી કેરી ને અંગૂર કાલા

હ દિવાળીબેન ભીલ ને હેમુભાઈ ગઢવી
મારા પાટણ ના મણીરાજ ગુજરાતી
રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી
મારા મલક ના મારા ગુજરાતી
ગુજરાત ની આ ગાથા,મનુ રબારી રે ગાતા
ગુજરાતી ની બોલ બાલા
અમે લેરી લાલા (૪)
ગુજરાતી લાલા
 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ