ધરતી બોલે અંબર બોલે

ગીત: ધરતી બોલે અંબર બોલે
ફિલ્મ: હીરો 786

ધરતી બોલે અંબર બોલે, બોલે છે આભ ના તારા
તારા મારા જન્મો ના પ્રીતયુ ના ગીત મીઠા ગાતા
વનરાયુ ના હર પંખીડા પ્રીતયુ ના રંગમાં રંગાયા
તારા મારા પ્રીતયુ કેરા દલડા પ્રીત માં બંધાયા
હો તારા રે સંગ માં પ્રીતયુ ના રંગ માં
ગોરી રંગાવું હું પ્રીત માં (૨)
મારી આખયું માં શમણાં છે તારા
મને તારા વિના શુજે નહીં
શમણાં ના તું સાથી મારા સાયબા
સથવારો તું મારો સાયબા
હો મારો સથવારો તું મારા સાયબા
ધરતી બોલે અંબર બોલે

ચાંદા સૂરજ સાખે બંધાયો તારી પ્રિતે જીવન તારા સહારે
જુગ ભલે ને જાયે દુનિયા ભલે ને રૂઠે પ્રીત તારી ના ભૂલાય
સાયબા તું જીવન નો છાયો તું સથવારો છૂટે ના સાથ આ તારો
દુનિયા માં હું માંગુ ભલે પ્રાણ મારા આપું માંગુ બસ સાથ તારો
હો તારા રે સંગ માં પ્રીતયુ ના રંગ માં
ગોરી રંગાવું હું પ્રીત માં (૨)
મારી આખયું માં શમણાં છે તારા
મને તારા વિના શુજે નહીં
શમણાં ના તું સાથી મારા સાયબા
સથવારો તું મારો સાયબા
હો મારો સથવારો તું મારા સાયબા
ધરતી બોલે અંબર બોલે

હું સાગર તું કિનારો છૂટે નહીં સથવારો જાય ભલે જનમારો
જગ સામે લડીશું પ્રીતયુ કાજે મરીશું જુકયા ના કોઈ થી જુકીશું
હો મોર પિછ થી માંગુ મારા શ્યામ નું સરનામું દોડી ને હું પાસ આવું
પડછાયો થઈ જીવન માં રહું તારી રે સંગ માં તુજને  ના હું વિસરાવું
હો બાગ બની ને તુજને મહેકાવું મેઘ બની ને ભીંજાવું (૨)
મારી આખયું માં શમણાં છે તારા
મને તારા વિના શુજે નહીં
શમણાં ના તું સાથી મારા સાયબા
સથવારો તું મારો સાયબા
હો મારો સથવારો તું મારા સાયબા
ધરતી બોલે અંબર બોલે








ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ