મારી જાનુડી ને સાસવીને રાખજે



ગીત: મારી જાનુડી ને સાસવીને રાખજે

હો સો સુખ લઈલે પણ એટલું તું આપજે (૨)
દુનીયા ને દેવ તું વાત મારી માનજે
હો માંગુ છુ પેલી ને છેલ્લી વાર,
નય ભૂલું હુતો તારો ઉપકાર
દુવા કરું દિન રાત
મારી જાનુડી ને સાસવી તું રાખજે
એના બધા દુખ તું મને રે આપજે
હો મારી દિકું ને સાસવી તું રાખજે
એના બધા દુખ તું મને રે આપજે

હોમ જીવ ની જેમ રાખતી ખોટું નહીં બોલું
ક્યારે શબ્દો માં પ્રેમ એનો તોળું
હો ફોન માં કાયમ પૂછતી પેલું
એની આ વાતે મારૂ મનડું મોયેલું
હો કરમ ના લેખે અમે થઈ ગયા દૂર
જે થયું તે બધુ મને મંજૂર
દુવા કરું દિન રાત
મારી જાનુડી ને સાસવી તું રાખજે
એના બધા દુખ તું મને રે આપજે
હો મારી દિકું ને સાસવી તું રાખજે
એના બધા દુખ તું મને રે આપજે

હો જેટલા દાડા જોડે રહ્યા બહુ રે સાસવતી
પડછાયો બની મારી હારો હાર રેતી
હા એની રે દુનીયા માં એ મોજ માં રે રેતી
થઈ છે પરાઈ પણ રહે કાયમ હસતી
હો કુદરત ના ઘર નો કેવો આ વેવાર
સાચો હતો તોય થયો પરાયો રે પ્યાર
દુવા કરું દિન રાત
મારી જાનુડી ને સાસવી તું રાખજે
એના બધા દુખ તું મને રે આપજે
હો મારી દિકું ને સાસવી તું રાખજે
એના બધા દુખ તું મને રે આપજે
મારી જાનુ ને સાસવી તું રાખજે
એના બધા દુખ તું મને રે આપજે


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ