શાને રે સુકાયા

ગીત: શાને રે સુકાયા
ફિલ્મ: હીરો 786

હો વાહ રે ખુદા તારી કેવી ખુદાઇ
મિલન ના પાને લખી રે જુદાઇ,
ફરી ફરી યાદ એની મુજને સતાવતી
યાદ રે આવી એની મુજને રડાવતી
યાદ રે આવી એની મુજને રડાવતી

શાને રે સુકાયા રે પ્રીતયુ ના મારા સરવરીયા (૨)
 નૈનો ના ખૂટયા જાણે નીર, સુકાયા મારા સરવરીયા (૨)
હો એના વિના  સૂના લાગે રે પ્રીતયુ મારા અંતરીયા  (૨)
હો નૈનો ના ખૂટયા જાણે નીર, સુકાયા મારા સરવરીયા (૨)

હો સાચી પ્રીતયુ માં કોની નજરું રે લાગી,
પ્રીતયુ માં મારી આજે લખાઈ જુદાઇ (૨)
પ્રીત માં તે દલડા તોડ્યા
શમણાં મારા રણ માં રોળયા (૨)
હૈયું બળે છે મારૂ આગ માં
વસમા વિયોગે રે જીવતા જીવ પળ પળ મરતા (૨)
હો નૈનો ના ખૂટયા જાણે નીર, સુકાયા મારા સરવરીયા (૨)

હો રાખ્યો ભરોસો મે તેના રે પ્રેમ મા
તોડ્યો ભરોસો એણે એક જ પળ મા  (૨)
પ્રીત મારી છે જન્મો ની
રાખ્યા ભરોસા ના તૂટે કદી (૨)
એના વિના સૂના લાગે દાળ મારા
શાને રે સુકાયા રે પ્રીતયુ ના મારા સરવરીયા (૨)
હો નૈનો ના ખૂટયા જાણે નીર, સુકાયા મારા સરવરીયા (૨)
હો એના વિના  સૂના લાગે રે પ્રીતયુ મારા અંતરીયા  (૨)
હો નૈનો ના ખૂટયા જાણે નીર, સુકાયા મારા સરવરીયા
હો એના વિના રોવે મારી પ્રીત રે મારા અંતરિયા
હો નૈનો ના ખૂટયા જાણે નીર, સુકાયા મારા સરવરીયા





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ