તને ચાહું સજન

ગીત: તને ચાહું સજન
ફિલ્મ: હીરો 786

તને ચાહું સજન હુતો જન્મો જન્મ
મને તારી કસમ તને માની સનમ
છોડું ના તારો સાથ, છોડું ના તારો સંગાથ
સાજણ તન મા તું છે મન મા
સાજણ હૈયે હોઠે તન મા મન મા
વસિયો તું દિલ ની ધડકન મા (૨)
તને ચાહું સજન હુતો જન્મો જન્મ
મને તારી કસમ તને માની સનમ

હો તારા નામે ગોરી મારી જિંદગાની
જન્મો ની સાથી તને માની (૨)
મને વાગ્યા આ પ્રીતયુ ના બાણ
સાજણ મારા કાળજ મા (૨)
તને ચાહું સજન હુતો જન્મો જન્મ
મને તારી કસમ તને માની સનમ

હો શમણે આવી મુજને સતાવે
ભર નીંદર થી જગાડે (૨)
મારા દિલ મા તું જીવતર મા (૨) તું
શ્વાસો મા તું મારી સાજણા (૨)
તને ચાહું સજન હુતો જન્મો જન્મ
મને તારી કસમ તને માની સનમ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ