લાખ રૂપિયા નો ઘાઘરો



ગીત: લાખ રૂપિયા નો ઘાઘરો 

લાખ રૂપિયા નો ઘાઘરો લઈ આલુ છોડી
હે લાખ રૂપિયા નો (૪)
હો લાખ રૂપિયા નો ઘાઘરો લઈ આલુ છોડી (૨)
હા ઠુમકા મારે જબરા સરકારી છોડી
હો હિરલે ઘડેલો, આભાલે મઢેલો,
રંગ થી રંગેલો, ઘેર થી ઘડેલો
બ્યુટીફુલ છે તારો ઘાઘરો
લાખ રૂપિયા નો ઘાઘરો લઈ આલુ છોડી
હા ઠુમકા મારે જબરા સરકારી છોડી
ચાલે ત્યે જબરી રે ફટાકડી તૂતો લાગે છોડી
હો તારા આખો નું કાજળ કરે મને ઘાયલ
કોન માં રણકે તારા પગ નું રે પાયલ 
પગ નું રે પાયલ  
તું લાગે છે રૂપાલી જાણે પરીયો ની રાણી,
તારી બોલી પ્યારી છે ચાલ લટકાળી
બ્યુટીફુલ તારી લાલી
લાખ રૂપિયા નો ઘાઘરો લઈ આલુ છોડી (૨)
હા ઠુમકા મારે જબરા સરકારી છોડી
ચાલે ત્યે જબરી રે ફટાકડી તૂતો લાગે છોડી

હો મારા મલક ની તુતો ઢેલડી ઢળકતી,
દલડું અલયુ તને હાચા રે મન થી
હાચા રે મન થી
એ તારી મારી જોડી જાણે મેના પોપટ જેવી,
ના કોઈ શકે તોડી હમજી જાને છોડી
ઘેર લઈ ને આવે ઘોડી
લાખ રૂપિયા નો ઘાઘરો લઈ આલુ છોડી
હા ઠુમકા મારે જબરા સરકારી છોડી
ચાલે ત્યે જબરી રે ફટાકડી તૂતો લાગે છોડી
એ લાખ રૂપિયા નો ઘાઘરો લઈ આલુ છોડી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ