ભગવાન પણ ભૂલો પડ્યો



ગીત: ભગવાન પણ ભૂલો પડ્યો

એતો રાધા નો કાન, એતો મીરા નો શ્યામ (૨)
ભલે હૈયે કોરણા પ્રીતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહયો (૨)
ભગવાન પણ ભૂલો પડ્યો,
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
એતો રાધા નો કાન, એતો મીરા નો શ્યામ
ભલે રૂદિયા ના રજવાડે કાના નું રાજ,
પણ પ્રેમ તો અધૂરો રહયો (૨)
ભગવાન પણ ભૂલો પડ્યો,
પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો

હો શુધ્ધ બુધ્ધ ખોઈ બેઠી મીરા,
જોવા શ્યામ તને નયન અધૂરા (૨)
ગોકુળ ગલીયો માં શોધે છે રાધા,
મળશુ ક્યારે હવે કાના ને પાછા (૨)
સુની રાતો સૂના દિવસો જોવે રાહ તારી કાના
ભગવાન પણ ભૂલો પડ્યો,
પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો

હો શ્યામ તારી બંસી ની લાગી માયા,
કેવા ખેલ કાના તેતો રચાયા (૨)
અધૂરા રહ્યા અંતર ના ઓરતા,
કાના ની યાદ માં હૈયા બેઉ જૂરતા(૨)
સુની રાતો સૂના દિવસો જોવે રાહ તારી કાના
ભગવાન પણ ભૂલો પડ્યો,
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો

એતો રાધા નો કાન, એતો મીરા નો શ્યામ
ભલે હૈયે કોરણા પ્રીતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહયો (૨)
ભગવાન પણ ભૂલો પડ્યો,
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
એતો રાધા નો કાન, એતો મીરા નો શ્યામ
ભલે રૂદિયા ના રજવાડે કાના નું રાજ,
પણ પ્રેમ તો અધૂરો રહયો (૨)
ભગવાન પણ ભૂલો પડ્યો,
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો (૨)
  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ