અમે રિક્ષાવાળા જિંદાબાદ



ગીત: અમે રિક્ષાવાળા જિંદાબાદ
ફિલ્મ: ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો

એ સૂટ નથી બૂટ નથી, બંગલા કે ગાડી
મેલડી ની દયા થી લીલી છે વાડી (૨)
એ.. અમે મહેનત નો રોટલો ખાતા રે,
અમે મોજ થી રિક્ષા ચલાવતા રે (૨)
એવો જુદો અમારો રુઆબ અમે રિક્ષાવાળા જિંદાબાદ
અમે રિક્ષાવાળા જિંદાબાદ (૪)

એ મજા રે માણતા  કટિંગ ચાની
રાહ જોતાં પેચેંજર આવવાની , (હાલો ભાઈ હાલો) (૨)
એ અમે પ્રેમ થી સૌને બોલાવતા રે
મોન દઈ ને રિક્ષા માં બેસાડતા રે (૨)
ડેટા મંજિલ સુધી અમે સાથ અમે રિક્ષાવાળા જિંદાબાદ
અમે રિક્ષાવાળા જિંદાબાદ (૪)

એ તડકા માં અમને છોયડી રે લાગતી
રોડ પર મહેલો ની મજા રે આવતી (૨)
એ અમે માવો ખાઈ મૂડ બનાવતા રે
જ્યાં જઈએ પોતાની ચલાવતા રે (૨)
અમે ડેટા દુશ્મન  ને હાર અમે રિક્ષાવાળા જિંદાબાદ
અમે રિક્ષાવાળા જિંદાબાદ (૪)

હો ધડકે છે દલડું અમારું પણ યારો
અમને પણ આવે છે સપના ઘણા રે
લખો માં હસે રે અમારૂ
યારો અમે જેને ગમતા રે (૩) 
એ અમે પ્રેમ ના રંગે રંગતા રે
એમે માનવતા કડી ના ભૂલતા રે (૨)
તમે યાદ રાખજો આ વાત અમે રિક્ષાવાળા જિંદાબાદ
અમે રિક્ષાવાળા જિંદાબાદ (૪)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ