નાચો મસ્ત બની



 ગીત: નાચો મસ્ત બની
ફિલ્મ: ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો

નાચો રે ગાવો રે ઝૂમો રે (૨)

એ મારા યાર ના લગનીયા છે
એ દિલદાર ના લગનીયા છે (૨)
મારા ભેરુ ના લગનીયા છે
એ નાચો એ ગાવો એ નાચો  મસ્ત બની ને , ગાવો મસ્ત બની ને
મસ્ત બની ને નાચો મસ્ત બની ને નાચો નાચો

હો શુભ ઘડી આજ શુભ પ્રસંગે,
ઘોડે ચડ્યો યાર હરખે ઉમંગે,
અરે અરે લાખેણ જાન ને રૂડા વરરાજા
નાસિક ના તાલે વાગે બેંડવાજા
એ લાડી રૂપાળી પૈણશે રે,
અરે લાડી છબીલી લાગેશે રે (૨)
એ નાચો એ ગાવો એ નાચો  મસ્ત બની ને , ગાવો મસ્ત બની ને
મસ્ત બની ને નાચો મસ્ત બની ને

હો દિલવાળો ભાઈબંદ ગમતી પરણે
સાસુજી આવશે પોખવા ને બારણે
હો રૂપાળી ગોરી ને ભેરુ પરણશે
વાત વચન થી ઘેર લઈ આવશે
એ બાંધી પ્રીત વિશ્વાસે યાર એ કોલ દીધા જન્મો ના યાર
અરે બાંધી પ્રીત વિશ્વાસે યાર હે કોલ દીધા જન્મો ના યાર
હે યારો હે યારો મારો ભેરૂ નિભાવશે, મારો ભેરૂ નિભાવશે
મારો ભેરૂ નિભાવશે એ મારો મારો ભેરૂ નિભાવશે


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ