દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઈએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે.

પ્રશ્નો તો રહેવાના જ, સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?

 માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું,જેણે આની પદવી મેળવી તેનાહાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય

 માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઈ જતો નથી.

 તલવાર જરૂરી નથી વાર કરવા માટે
વાર તો નઝર પણ કરી લે છે
ફરક માત્ર એટલોજ છે કે તલવાર ઉઠીને વાર કરે છે જયારે નઝર ઝુકી ને વાર કરે છે

અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય..!

 ખુશ રેહવાનો મતલબ એ નથી કે તકલીફ નથી, પણ એનો મતલબ એ છે કે તમે તકલીફ થી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે

 ઈચ્છાશક્તિ અને ત્યાગ વગર કશું જ મેળવી શકાતું નથી.
કોઈ સિદ્ધિ મેળવવા માટે કઈંક તો ત્યાગવું જ પડે છે.


અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને
જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ