પ્રેમના દીવડા હવે અહી સળગી રહ્યા છે,
કોણ જાણે એમાં કેટલા દીલડા બળી રહ્યા છે…..!

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.

સંબંધો કાચ જેવા હોય છે...
વધારે ઘર્ષણ લીસોટા પાડે છે...

સામેનો માણસ ‘કેવો છે?’ એનો જવાબ ‘આપણે કેવા છીએ?’ એ સવાલમાં છુપાયો હોય છે.

 જો પૂર્ણ શ્રઘ્ધા મુસાફરને હોય મંઝિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

માણસની મુશ્‍કેલી એ છે કે એને નવું નવું જોવું છે, પણ પોતાની નજરને નવી-તાજી કરવા જેટલી તસ્‍દી લેવી નથી!

 ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

 લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

 સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, એ નિતાંત છે, નિશ્ચલ છે !

દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ