બાપ ની લાડકડી



ગીત: બાપ ની લાડકડી
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

બાપ ની લાડકડી ને માતા ની મીઠવડી
એજી પિયરયું છોડી ને સિધાવે સાસરીયે
સુખ ની મળે જો ન સેજ રે
બળે દુખ નો દાવાનળ
પણ દુનિયા ની છે આ રીત
સોહાગણ શોભે સાસરીયે (૨)

દુખડાં એ ખમી ને એ સાસરીયા ને સોભાવે
બાપ નાં કૂળ ને દિકરી દિપાવે
નારાયણી થઈ ને નારી જગત માં
સંસાર સાગર માં નાવ ને હંકારે
મેરૂ રેે સરીખું દેખે દુ:ખ તોયે
રજ રે સરીખું એનેય માને
આસુંડાં પીને નિભાવે રીત
સોહાગણ શોભે સાસરીયે (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ