મારા સાયબા રે



ગીત: મારા સાયબા રે
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

મારા શમણે આવી મને ઘેલું લગાડી (૨)
મારા ચિતડા કેેેેરો ચોર
સાયબો મારા મનડા નો રે મોર
મારી સાજણ રે (૨)
મારા મનને ગમતી રુદિયે રમતી (૨)
ઢળકતી રૂડી ઢેલ હો
જગમાં ના આવે કોઈ તારે તોલ (૨)
ઓ મારા સાયબા રે
ઓ મારી સાજણ રે

સાથ સુવાળો લાગે તારો સજની મારી રે ઓ રૂપની રાણી રે (૨)
જુગે જુગના જોગી મારા જોગણ તારી રે ઓ જોગણ તારી રે
એ તારી પાપણ ના પલકારે (ગોરી) (૨)
ગોરી મારુ હૈયુ થયુ ઓળઘોળ હો
જગમાં ના આવે કોઈ તારે તોલ
કે સાયબો મારા મનડા નો રે મોર
ઓ મારી સાજણ રે
ઓ મારા સાયબા રે

એ સાયબો મારો લાખ સવાનો હું લાખેણી નાર એવી હું લાખેણી નાર (૨)
જગ આખામાં જોઈ નથી રે તારા જેવી રે મારા જોબનવંતી નાર
ઓલા જોબન કેરી ડાળે કોયલ (૨)
કરતી રે કલશોર
સાયબો મારા મનડા નો રે મોર
કે જગમાં ના આવે કોઈ તારે તોલ
ઓ મારા સાયબા રે
ઓ મારી સાજણ રે
મારા શમણે આવી મને ઘેલું લગાડી
મારા મનને ગમતી રુદિયે રમતી
મારા ચિતડા કેરો ચોર
સાયબો મારા મનડા નો રે મોર
જગમાં ના આવે કોઈ તારે તોલ
સાયબો મારા મનડા નો રે મોર
જગમાં ના આવે કોઈ તારે તોલ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ