ફટાણું



ગીત: ફટાણુંં
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

હે બની ઠની ને વર પછવાડેે અણવર આંટા મારે જો
અણવર આંટા મારે જોન (કોરસ)
હે ખિસ્સા માં ફૂટી કોડી નય ને ખોટો વટ એ પાડે જો
ખોટો વટ એ પાડે જો (કોરસ)
હા માંગ્યા તે લુગડાં પહેરી ને આવ્યો મફત માં મોજું માણે જો
મફત માં મોજું માણે જો (કોરસ)
હે ખાવા નું કોઈદિ ભાલ્યું ના હોય એમ ખુટીયા જેમ ખાયે જો
ખુટીયા જેમ ખાયે જો (કોરસ)
હે પેટ માં એના પછ્યું નહિ ને પછી ડબલે દોટ્યું કાઢે જો જો
ડબલે દોટ્યું કાઢે જો (કોરસ)
હે વેવાઈ ને માંડવે વંઠેલ વેવલી લટકા કરતી આવે જો
લટકા કરતી આવે જો (કોરસ)
હા વેવાણ ના હાથ માં ફૂલ નો ગજરો સુંઘતી સુંઘતી આવે જો
સુંઘતી સુંઘતી આવે જો (કોરસ)
હે ગજરા માંથી નિકળો ભમરો વેવાણ ના ગાલે ચડ્યો જો
વેવાણ ના ગાલે ચડ્યો જો (કોરસ)
હો છટકો રે ભરતા ભડકી વેવાણ ઊભી પૂંચડીયે ભાગે જો જો
ઊભી પૂંચડીયે ભાગે જો (કોરસ)
 બની ઠની ને વર પછવાડેે અણવર આંટા મારે જો
વેવાઈ ને માંડવે વંઠેલ વેવલી લટકા કરતી આવે જો

હે બાવન બાગની ની ફૂલવાડી અણવર ફરવાને જાય (ર કોરસ)
ફરતા ફરતા રે અણવરને એક ઝાડ દેખાય (૨ કોરસ)
અણવર વળી વળી પૂછે આતો શું રે કહેવાય (ર કોરસ)
હો તારા બાપના રાજમાં કોઈ દી અણવર ના તો તે તો દીઠ્યુ તારુ બાપ સફરજન કહેવાય
ઓલ્યા આટા વગરના અણવર તારુુ બાપ સફરજન કહેવાય (કોરસ)
ઓલા ગામને પાદરડે વેવાણ ફરવાને જાય (૨ કોરસ)
એ ફરતા ફરતા વેવણ ને એક જનાવર દેખાય (૨કોરસ)
વેવાણ વળી વળી પૂછે આતો કયું શુ રે કેવાય (૨ કોરસ)
એ તારી માને પેટે પડી ને તે તો નહોતું કોઈ દી ભાળ્યું તારો દાદો પાડો રે કહેવાય
ઓલી વંઠેલી વેવાણ એને પાડો રે કેવાય (કોરસ)
બાવન બાગની ની ફૂલવાડી અણવર ફરવાને જાય (કોરસ)
ઓલ્યા મને પાદરડે વેવાણ ફરવાને જાય (કોરસ)

હો અટકચાળો અણવર ઓલ્યો ઊભી બજારે ભટકે જો (૨ કોરસ)
હો શેરી માં સુતેલા પેલા કૂતરાં ને જગાડે જો (૨ કોરસ)
હા હા કાળીયો કૂતરો વાહે પડ્યો ને અણવર દોટ કાઢે જો (૨ કોરસ)
હા હા કાળીયો કે ભાઈ ઊભો રે તું મારો ભાઈબંધ રે (૨ કોરસ)
હા ઊભો રે ઈ બીજો એતો દૂમ દબાવી ભાગે જો (૨ કોરસ)
એ ધણી વગર ની ઢાંઢી જોને લાગે મીંદડી કાણી જો (૨ કોરસ)
હા ભૂખડી બારસ જેના તેના રસોડે ડોકાતી જો (૨ કોરસ)
હા રસોડા માં દૂધ નો એક કળશો ગઈ એ ભાળી જો (૨ કોરસ)
હા કળશા માંતો મોઢું ઘાલી દૂધ પીવા લાગી જો (૨ કોરસ)
હે ભાળી ગયો ઘરધણી છૂટી લાકડી ફટકારી જો (ર કોરસ)
પણ મોઢું માયથી નિકળ્યું નહિ પછી કળશા સોતી ભાગી જો (૨ કોરસ)
અટકચાળો અણવર ઓલ્યો ઊભી બજારે ભટકે જો (કોરસ)
ધણી વગર ની ઢાંઢી જોને લાગે મીંદડી કાણી જો (કોરસ)
અટકચાળો અણવર ઓલ્યો
ધણી વગર ની ઢાંઢી જોને
અટકચાળો અણવર ઓલ્યો
ધણી વગર ની ઢાંઢી જોને

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ