ખમકારી ખોડલ માવડી



ગીત: ખમકારી ખોડલ
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

ખોડલ માં તારો જય જયકાર (૨)
હા ખમકારી તું ખોડલ માવડી
કાગવડ વાળી તું ખોડલ માવડી
પામે ના કોઈ તારો પાર કે જગ માં
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)
હા ખમકારી તું ખોડલ માવડી
કાગવડ વાળી તું ખોડલ માવડી
પામે ના કોઈ તારો પાર કે જગ માં
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)

હે કાગવડ વાળી આઈ ખોડલ માં
સમરે દેજે તું સાદ રે પલ માં
સમરે દેજે તું સાદ રે પલ માં (કોરસ)
હા ભેળીયા વાળી મારી ભેરે રેજો
ખરે ટાણે મારી ખબરૂ રે લેજો
ખરે ટાણે મારી ખબરૂ રે લેજો (કોરસ)
હા દયા નો દરીયો ખોડલ માવડી
સુખ નો સાગર ખોડલ માવડી
દુ:ખીયા ની તારણહાર કે જગમા
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)

હે અરજ અમારી ઉરમા ધરજો
ભવસાગર અમને પાર રે ઉતારજો
ભવસાગર અમને પાર રે ઉતારજો (કોરસ)
હા ખોટું ભરાય જો પગલું ખોડલ
આવીને  આઈ તમે અમને અટકાવજો
આવીને  આઈ તમે અમને અટકાવજો (૨)
હા મગર વાળી માં માંગું એટલું
દયાળી દેવી મા આપજો એટલું
રાખજો કૂળ ની રે લાજ કે જગમાં
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)
જગ માં માડી તારો જય જયકાર (૨ કોરસ)

હે ખોડલ ખમકારી કાગવડ વાળી
ખોડલ ખમકારી કાગવડ વાળી
કરતી સૌની રખવાળી
પરગટ પરચાળી દેવી દાઢાળી
દૈત્યો ને તું હણનારી
કરે ત્રિશૂલ ધારી ભેળીયા વાળી
લોબડીયાળી મમતાળી
મગર અસવારી શોભે રૂપાળી
ખમ્મા ખમ્મા ખોડલ માડી રે
તને ખમ્મા ખમ્મા ખોડલ માડી રે
તને ખમ્મા ખમ્મા ખોડલ માડી રે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ