ભવ ભવ નો ભરથાર



ગીત: ભવ ભવ નો ભરથાર
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

તને માની લીધો ભવ ભવ નો ભરથાર
ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ

હે કુણા રે કાળજડે સાયબા પ્રિત્યુ રે કોરાણી (૨)
પ્રિતમ તારી પ્રિતડી નાં રંગે હું રંગાણી
મન વસિયા રેે મારા રંગ રસિયા રે (૨)
કિધુ આ જીવતર તારે નામ
હો તને માની લીધો મે ભવ ભવ નો ભરથાર (૨)
મોરલીયો થઈ ટહુકું તારા મનડાં ની રે મેડિયે (૨)
શરણાયું વગડાવું ગોરી શમણા ની રે શેરીએ
અણીયાળી આંખો તારી ખેંસે દલડાં ની દોરી (૨)
પાથરુ રે પલ માં મારો પ્રાણ
ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ (૨)

હો પ્રિત નો રે મારગ ગોરી ખાંડા કેરી ધાર રે
પરવા નથી જો હોય સજની તારો સાથ રે
હો હાથો માં રે હાથ દઈને હાલું હારો હાર રે
સુખ મા કે દુ:ખ માં ના છોડું તારો સાથ રે (૨)
હા મન ની માનેલી મારા રુદિયે વસેલી (૨)
આયખુ આ વારૂ તારે કાજ
ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ
તને માની લીધો મે ભવ ભવ નો ભરથાર
ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ

હા પ્રેમી પંખીડાં અમે પ્રિત્યું રે નગર નાં
જુદા ના રહિયે એક બીજા રે વગર ના
હો પ્રિત રે સરોવર ની પાળે બેસનારા
પ્રેમ નારે ગીત મીઠાં અમે તો ગાનારા (૨)
હો જીવવું રે હારે હવે મરવું રે હારે (૨)
પ્રેમીયો નો એજ ચે પોકાર
તને માની લીધો મે ભવ ભવ નો ભરથાર
હો ગોરી હૈયે વાગ્યા રે તારી પ્રિત્યું ના બાણ
તને માની લીધો મે ભવ ભવ નો ભરથાર


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ