વંદન કરીએ તુજને



ગીત: વંદન કરીએ તુજને
ફિલ્મ: જન્મદાતા

વંદન કરીએ તુજને ઓરે જગના સર્જનહાર (૨)
ભવસાગર તું પાર કરાવે તું છે તારણહાર
તુને વંદન વારંવાર પ્રભુ વંદન વારંવાર

બંધુ ભગીની સખા કે સાથી તું છે તાત ને માત
જન્મ મૃત્યું સૌને તું આપે તુ છે ભાગ્યવિધાતા
માંગે એને આપે છે તું દિન બંધુ ઓ દાતા
એની અરજ સાંભળતો તું દિલ થી જે કોઈ ગાતા
અકળ અનુપમ અદભૂત તારી લીલા અપરંપાર
સૌ કોઈ માં છે વાસ તારો સૌ તારો અપકાર
તુને વંદન વારંવાર પ્રભુ વંદન વારંવાર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ