પેરોડી સોંગ



ગીત: પેરોડી સોંગ
ફિલ્મ: જન્મદાતા

હે સોનલ ગરબો સીરે અંબે માં ચાલો ધીરે ધીરે (૨) (કોરસ)
હે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે  ચાલો ધીરે ધીરે
હે સોનલ ગરબો સીરે અંબે માં ચાલો ચાલો ધીરે ધીરે (૨) (કોરસ)
એ લટકે ને મટકે રાસ રમે છે (૨) (કોરસ)
હે માં ... હે માં... હે માં...
લટકે ને મટકે રાસ રમે છે
હે ફરરર ફુદડી ફરે અંબે માં ચાલો ચાલો ધીરે ધીરે (૨) (કોરસ)

હે તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આતો કહું છું રે પાતળીયાંં તને અમથું
હે તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આતો કહું છું રે પાતળીયાંં તને અમથું
હે તારા અંગ નું રે અંગરકું તસ તછતું મને ગમતું રે
આતો કહું છું રે પાતળીયાંં તને અમથું

હે કોણ જાણે કેવું મારા મન નાં ભીતર માં એવું તે ભરાયું શું (૨) (કોરસ)
એક મને ગમતો આભ નો ચાંદલો ને બીજી ગમતી તું
હે ઘર માં ખેતર મા ને ધરતી નાં પડ માં
હે તારા સ્વપ્ન માં મન મારૂ રમતું રે તોયે ગમતું રે
આતો કહું છું રે પાતલડી તને અમથું
 હે તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આતો કહું છું રે પાતલડી તને અમથું (૨) (કોરસ)

મારૂ મન મોહિ ગયું મારૂ મન મોહિ ગયું
હે તને જાતા જોઈ પનગટ ની વાટે મારૂ મન મોહિ ગયું (૨) (કોરસ)
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારૂ મન મોહિ ગયું
મારૂ મન મોહિ ગયું મારૂ મન મોહિ ગયું
હે તને જાતા જોઈ પનગટ ની વાટે મારૂ મન મોહિ ગયું (૨) (કોરસ)

હે શરદ પૂનમ ની રાતડી રંગ ડોલરીયો
માતાજી રમવા દોને રંગ ડોલરીયો (૨) (કોરસ)
હે રમી ભમી ને ઘરે આવિયા રંગ ડોલરીયો
માતાજી રમવા દોને રંગ ડોલરીયો (૩) (કોરસ)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ