નમણો નખરાળો



ગીત: નમણો નખરાળો
ફિલ્મ: સોહાગણ શોભે સાસરીયે

નમણો નખરાળો મારી નણદી નો વિરલો (૨)
મન નો માણીગર મારા મનડાં નો મોરલો
હે મીઠાં લાગે વાલા તારા વેણ રે
કે લાગ્યો મને સાજણ થી નેડલો (૨)
હે ગોરી ના ઘુંઘટ માં રૂપ નો ચાંદલીયો (૨)
રૂદિયા ની રાણી મારી રૂપ નો રે દરીયો
હે કાળજડે કોરાણું તારૂ નામ રે
કે લાગ્યો મને તારા થી નેડલો (૨)
હા નમણો નખરાળો મારી નણદી નો વિરલો
હે ગોરી ના ઘુંઘટ માં રૂપ નો ચાંદલીયો

હે પાતલડી કેડ નો રે લટકો રૂપાળો
ચિતડું ચોરી ગ્યો તારી આંખ નો ઉલાળો (૨)
રૂદિયું વિંધાયું તારી નજરૂ ના બાણ થી
વાલો લાગે તુું મને મારાય પ્રાણ થી (૨)
હે મુખડું મલકાવી તમે માયા લગાડી (૨)
તનડા ને મનડાં માં તરસું જગાડી
હે કરવા હવે પ્રીત્યું કેરા પાન રે
કે લાગ્યો મને તારા થી નેડલો (૨)
હા નમણો નખરાળો મારી નણદી નો વિરલો
હે ગોરી ના ઘુંઘટ માં રૂપ નો ચાંદલીયો

સોળેે શણગાર સજી આવું આંંગણીયે
બંધાણી વાલમ હું તારા બોલડીયે (૨)
હે મનડાં ની મેડીએ દેશું ઉતારા
નેણ ભરી નિરખશું રૂપ રે તમારા (૨)
હે પાતળીયા હારે મેંતો બાંધી રે પ્રીતડી (૨)
ઓઢી ચુંદલડી મેંતો સાજણ ના નામ ની
હે રેશું હવે ભવો ભવ સાથ રે
કે લાગ્યો મને તારા થી નેડલો
હે રેશું હવે ભવો ભવ સાથ રે
કે લાગ્યો મને સાજણ થી નેડલો
હે ગોરી ના ઘુંઘટ માં રૂપ નો ચાંદલીયો
હે નમણો નખરાળો મારી નણદી નો વિરલો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ