પ્રેમ થયો છે



ગીત: પ્રેમ થયો છે
ફિલ્મ: જન્મદાતા

પ્રેમ થયો છે જ્યાર થી તને કેવું લાગે છે
મધ મધતી દુનિયા થઈ ગઈ મને એવું લાગે છે
તમે કહો કે પ્રેમ થયો તો કેવું લાગે છે
મેઘ ધનુષ છે આંખો માં મને એવું લાગે છે
વી આર એન લવ,  વી આર એન લવ
વી ફોર ઈન લવ, વી આર એન લવ

પ્રેમ ગગન માં તારે મારે દૂર દૂર વહેવું છે
કોઈએ ક્યારેય મા કહ્યું હોય એવું કંઈ કહેવું છે
મારે તારા તારે મારા હૈયાં માં રહેવું છે
પ્રેમ ને માટે દુ:ખ આવે તો હસતા સહેવું છે
પ્રેમ થયો છે જ્યાર થી તને કેવું લાગે છે
હો મારા માં એક નદિ વહે એવું લાગે છે
તમે કહો કે પ્રેમ થયો તો કેવું લાગે છે
મારા માં સાગર ઘુઘવે એવું મને લાગે છે
વી આર એન લવ,  વી આર એન લવ
વી ફોર ઈન લવ, વી આર એન લવ

તારો એક સ્પર્શ મલે તો પિતળ થાયે ચંદન
તું હાજર હોય તો થઈ જાય બાવળ ચંદન
વિચાર તારો આવે તો પણ હૈયે ઉસળે બંધન
મસ્ત મજાની મુક્તી આપે તારા પ્રેમ નું બંધન
પ્રેમ થયો છે જ્યાર થી તને કેવું લાગે છે
રોજ નવો અવતાર વું છું એવું લાગે છે
તમે કહો કે પ્રેમ થયો તો કેવું લાગે છે
બન્યા છીએ એક બીજા માટે એવું લાગે છે
વી આર એન લવ,  વી આર એન લવ
વી ફોર ઈન લવ, વી આર એન લવ (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ