જીવન છે એક ગીત મજાનું



ગીત: જીવન છે એક ગીત મજાનું
ફિલ્મ: જન્મદાતા

જીવન છે એક ગીત મજાનું મસ્ત બની નેે ગાવો
સુખ ની પળ ને સૌ માં વહેંચી દુ:ખ મા હસતા જાવો
જીવન છે એક ગીત મજાનું

દિવા દાંડી થઈ બની ને સાચી રાહ બતાવો
ચંદન ની જેમ જાત ઘસી ને સુગંધ ને ફેલાવો
જીવન ચાર દિવસ નો ગાળો
સુખ દુ:ખ નો છે સરવાળો (૨)
માણસ ની ઈચ્છાઓ એનો પિછો કદિ ના છોડે
પાસે છે તે પડતું મૂકી નથી તે લેવા દોડે
પારકા ને રિજવવા માટે ઘરનાને તરછોડે
એક જ પળ માં વર્ષો જુના સંબંધો ને તોડે
નફરત છોડી હૈયા ઓમાં બીજ પ્રેમ નાં વાવો
તકલીફ માં જો હોય તે કોઈ  ટેકો એને આપો
  જીવન છે એક ગીત મજાનું

મદદ કરો જો બીજા ને તો કરશો ના અભિમાન
ભૂલ કરે જો કોઈ તો એનું કરશો ના અપમાન
નાના મોટા સૌ કોઈ નું તમે જાળવજો સન્માન
કોશીશ કરી ને પૂરા કરજો બીજા ના અરમાન
સફળ થાવ તો સાથે સાથે સાવ સરળ થઈ જાવો
વૃક્ષ ની માફક ફળ આવે તો નીચા જૂકી જાવો
જીવન છે એક ગીત મજાનું મસ્ત બની નેે ગાવો
સુખ ની પળ ને સૌ માં વહેંચી દુ:ખ મા હસતા જાવો
જીવન છે એક ગીત મજાનું (૩)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ