બીજી તો કોઈ રીતે




આગમન  એનું સુણી ને ઉરમીવો હરખાય ગઈ
ચાંદ ઉગ્યો પણ નહિ નેે ચાંદની રેલાય ગઈ

બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની (૩)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની (૨)
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

પિને શરાબ ઊભો તો સ્વપ્ના એના જુવો (૨)
સ્વપ્ના એના જુવો
તરસ્યા રહિ ને જાગો તો (૨) પિવાય ચાંદની (૨)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

તું આંખ સામે હોય તો એવુંય પણ બને (૨)
એવુંય પણ બને
ખિલ્યો હો ચંદ્રમાં ને (૨) ના દેખાય ચાંદની (૨)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

તારા સ્મરણ નું તેજ મને ડંખતું રહે (૨)
મને ડંખતું રહે
ઉપર થી પાછી એમા (૨) ઉમેરાય ચાંદની (૨)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

ઓજસ ધરે છે કોણ આ દરપણ ગગન ઉપર (૨)
દરપણ ગગન ઉપર
દિવસ નું તેજ રાતે (૨) બની જાય ચાંદની (૨)
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની
જાકળ ની થોડી બુંદો થી ધોવાઈ ચાંદની
બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ