હું ક્યાંં કહું છું




હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ (૨)
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

પુરતો નથી નસીબ નો આનંદ ઓ ખુદા (૩)
મરજી મુજબ ની થોડી (૨) મજા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

એવી તો બેદિલી થી મને માફ નાં કરો (૩)
હું ખુદ કહિ ઉઠું કે (૨) સજા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

મે એનો પ્રેમ ચાહ્યો બહું સાદિ રીત થી (૩)
ન્હોતી ખબર કે એમા (૨) કલા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

પૃથ્વી ની આ વિશાળતા અમથી નથી મરીજ (૨)
એના મિલન ની ક્યાંક (૨) જગા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ (૨)
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઈએ
હું ક્યાંં કહું છું આપની હા હોવી જોઈએ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ