તારી ઉદાસ આંખ માં




અમસ્તી કોઈ પણ વસ્તું નથી બનતી જગત માંહિ
કોઈ નું રૂપ દિલ ના પ્રેમ ને વાચા અપાવે છે
ગજલ સર્જાય ના કૈલાસ દિલ માં દાહ લાગ્યા વિણ
જખમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે

તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું (૨)
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું
મહેંદી ભરેલ હાંથ માં એવી ભીંનાશ ક્યાં (૨)
તરસ્યા થયેલા હોઠ ને ભીંના કરી શકે
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિના ની છે (૨)
એના વિના હું કંઈ રીતે (૩) પાછો ફરી શકું
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું

કૈલાસ હુંતો એકલો નિકળી ન જાત પણ (૨)
એના થયા છે લોક તો હું શું કરી શકું
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું
મારૂ ગજુ નથી કે તને છેતરી શકું ()