થાય સરખામણી




થાય સરખામણી તો ઉતરતા છીએ (૨)
તે છતા આબરૂ ને દિપાવી દિધી
એમના મહેલ ને રોશની આપવા (૨)
ઝૂંપડી પણ અમારી જલાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારોય છે (૨)
એક તો કંઈ સિતારા જ ન્હોતા ઉગ્યા (૨)
ને અમે પણ સમાઓ બુજાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ

કોઈ અમને નડ્યા તો ઊભા રહિ ગયા (૨)
પણ ઊભા રહિ અમે કોઈને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંજીલે (૨)
વાટ કિંતુ બીજા ને બતાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ

 કોણ જાણે હતી કેવી વરસો જુની (૨)
જીંદગી માં અસર એક (તનહાઈ ની) (૬) (૨)
કોઈ એ જ્યાં અમસ્તું પુંછ્યું કેમ છો (૨)
એને આખી કહાણી સુણાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ

જીવતા જે (ભરોસો હતો ઈસ પર) (૨)(૨)
તે મર્યા બાદ બેફામ સાચો પડ્યો
જાત મારી ભલેને હરાવી નહિ (૨)
લાશ મારી પરંતુ તરાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ
તે છતા આબરૂ ને દિપાવી દિધી
એમના મહેલ ને રોશની આપવા
એમના મહેલ (૨)ને રોશની આપવા
ઝૂંપડી પણ અમારી જલાવી દિધી
થાય સરખામણી તો ઉતરતા છીએ
થાય સરખામણી તો ઉતરતા છીએ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ