ફાગણીયો આવ્યો રૂડો



ગીત:  ફાગણીયો આવ્યો રૂડો
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

ભરી ભરી ભરી ભરી ભરી પિચકારી
હારી હારી હારી હારી હુંતો ગીરધારી
પ્યારી પ્યારી  પ્યારી પ્યારી રાધા દુલારી
આજ છે હોલી હોલી સંગ બલી હારી

ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે (૨) કોરસ
એ આવ્યો ફાગણીયો લાલ (૨) કોરસ
હો કરે દલડાં ધમાલ (૨) કોરસ
એ આવ્યો ફાગણીયો લાલ
કરે દલડાં ધમાલ (કોરસ)
હે આંબા ડાળે બેઠી ઓલી કાળી કાળી
કોયલડી મીટાં મીઠાં ટહુકા લાવ્યો
કે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે (કોરસ)
હે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે

હે હાલો રે ભેરૂડાં હાલો હોળી આવી હોળી
આ કોરા રે જોબનીયા ને રંગે દયો જબોળી (૨)
કોરા રે જોબનીયા ને રંગે દયો જબોળી રે (કોરસ)
હે ઉડે ઉરમી ની શોળ (૨) કોરસ
કે હૈયા હલક ડોળ (૨) કોરસ
હે ઉડે ઉરમી ની શોળ
કે હૈયા હલક ડોળ (કોરસ)
હે આજ નહિ છોડું તને ઉભી રે ઓ છોરી
તારો લટકો દિલ ને ભાયો
ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે
હે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો

પનઘટ પટ પર નટવર નટખટ રંગ કેરી રમઝકરી રે રહ્યો
 ખેલત ખેલત હોળી છોગાળો ની ટોળી રંગ પિચકારી ભરી રમી રે રહ્યો
જાવા દે જાવા દે મને જશોદા નાં જાયા જોને તારો રંગ કાળો મારા શરીરે રયો
છોડું જો તને હું રાધા લોક કેશે બધા શ્યામ જોને રાધાજી થી ડરી રે રહ્યો
શ્યામ જોને રાધાજી થી ડરી રે રહ્યો (૩)

હે રંગ ઉડાડે રંગીલો નમણો નખરાળો ગમતો
કંઠ કસુંબલ અલબેલો  મારી આંખડીયું માં રમતો રે (૨)
કંઠ કસુંબલ અલબેલો  મારી આંખડીયું માં રમતો રે
(કોરસ)
હે રૂડી ડુમકાળી ચાલ (૨) કોરસ
હે વાગે ઘુઘરી ના તાલ (૨) કોરસ
હે રૂડી ડુમકાળી ચાલ
વાગે ઘુઘરી ના તાલ (કોરસ)
હે ભરી પિચકારી મારી સરરરર અલી કોરો મારો કમખો ભીંજાયો
કે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે
હે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો
એ આવ્યો ફાગણીયો લાલ (૨) કોરસ
હો કરે દલડાં ધમાલ (૨) કોરસ
એ આવ્યો ફાગણીયો લાલ
કરે દલડાં ધમાલ (કોરસ)
હે આંબા ડાળે બેઠી ઓલી કાળી કાળી
કોયલડી મીટાં મીઠાં ટહુકા લાવ્યો
કે ફાગણીયો આવ્યો રૂડો ફાગણીયો આવ્યો રે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ