હે કોયલરાણી જોને



ગીત: હે કોયલરાણી જોને
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

હે કોયલરાણી જોને કુકુ બોલે મારા કમખે બેઠી રે
કે સાયબાજી
હવે મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
રૂડા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
હે દાડમડાળી મીઠુું બોલ્યા રૂપાળી રૂડા લટકા લેતી રે
ગોરી મોરી
રૂડા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
હવે મન માંડવડાં રોપાવો માણારાજ

હા પ્રીત નગર નાં પાદરે રૂડી મેડીયુુંં બંધાવશું
ઈ મેડીયું ના ટોડલે અમે ઢેલડી થઈ આવશું (૨)
હે ટહુક્યા કરુ તારા પાલવડાં માં મીઠું મોરલો થઈ ને રે
ગોરી મોરી
રૂડા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
સાયબા મન માંડવડાં રોપાવો માણારાજ

હે મૈયર ના માંડવડે જાડી જાનું લઈ ને આવજો
ઈ માંડવે રૂડા ઢોલ ને શરણાયું રે વગડાવજો (૨) 
હે સોરી ની સાખે જોને ગાઠે બંધાશું અમે જનમો જનમ ની રે
કે સાયબાજી
હવે મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
હા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
હે કોયલરાણી જોને કુકુ બોલે મારા કમખે બેઠી રે
કે સાયબાજી
હવે મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ
રૂડા મન ગમતા માંડવડાં રોપાવો માણારાજ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ