ઓ સાયબાજી



ગીત: ઓ સાયબાજી
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ (૨)
હે આંખ્યુું ઉલાળી કર મા સાળા
નમળા અલ્યા નખરા વાળા છેલ છોગાળા રે
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ (૨)
હે કેસર ભીના અંગ રૂપાળા
પીવા મારે પ્રીત કસુંબા જોબનીયાળા રે
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ
ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ

હે કેતો ગોરાંદે તારા કમખા ની માય રૂડી કાળી કોયલડી ટાંકુ
ઈ કોયલડી બોયલડી રાખ તારી પાહે હુંતો માંગું રે કડલા ની જોડ્યું (૨)
હે કામણગારી કેડ રૂપાળી
કાલજડાં ની માય કોરાણી ઠુમકાવાળી રે
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ
ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ

હે કેંતો ગોરાંદે તારી ચુંદડી ની માય રૂડા કળાયેલ મોરલા ટાંકુ
 ઈ મોરલીયા બોરલીયા રાખ તારી પાહે મને ગમતી રે ચુડલા ની જોડ્યું (૨)
હે મિઠડું બોલી મનડે વસ્યા
ચિતડું ચોરી હળવે હસ્યા મુખ રુપાળા રે
ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ
હે આંખ્યુું ઉલાળી કર મા સાળા
નમળા અલ્યા નખરા વાળા છેલ છોગાળા રે
ઓ પાતળી ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ
ઓ સાયબાજી ઓ સાયબાજી ઉંમર ઓછી મારગડો મેલ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ