કે બોલે કોયલડી



ગીત: કે બોલે કોયલડી
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે મન ગમતા હવે માંડવડાં રોપાવો માણારાજ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી

હે મન ને ગમતો સૈયર મારો સાજણ સમણે આયો રે
સાજણ શમણે આયો રે (૨)
કે નમણા નાકે નમણી જોને નવલી નથડી લાયો રે
નવલી નથડી લાયો રે (૨)
કે નથડી પહેરી મલકું કે નથડી પહેરી મીઠું મલકું કરતી સૌને વ્હાલ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી

હે હળવે હસિયો મનડે વસિયો પિયુંજી પાતળીયો રે
પિયુંજી પાતળીયો રે (૨)
હે નવલો નિરાળો ઘુઘરીયાળો કેડ કંદોરો લાયો રે
કેડ કંદોરો લાયો રે (૨)
હે ઘુઘરી ઘમકે રૂપાળુું હે ઘુઘરી ઘમકે રૂડો રૂપાળુું જોબનીયું શરમાય
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી

હે આંખડીયું માં રમતો ભમતો સાવરીયો મન ભાયો રે
સાવરીયો મન ભાયો રે (૨)
હે પગ પરમાણે મોરલીયાળા કાંંબી કડલા લાયો રે
કાંંબી કડલા લાયો રે (૨)
હે કડલા પહેરી હાલું હે કડલા પહેરી ઠુમકે હાલું થઈને નવેલી નાર
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
હે જોબન આંબો મોર્યો બેઠી આંબલીયા ની ડાળ
કે બોલે કોયલડી
કોયલડી હા કોયલડી
કોયલડી હા કોયલડી (૩)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ