પરોઢ થયું ને



ગીત: પરોઢ થયું ને
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

પરોઢ થયું ને કોયલરાણી (૨)
ગીત મધૂરા ગાતી રે
પરોઢ થયું ને કોયલરાણી

આળસ મરડી નટખટ નમણી
રાધા રૂપાળી જાગી રે
સોના વરણી સિમડીયું માં (૨)
મીઠી મોરલડી વાગી રે
પરોઢ થયું ને કોયલરાણી

સાવરણાં ના સૂર મધૂરા
મુખ મલકે વૃજ નારી રે
ઘમ્મર વલોણાં ઘમ ધમ બોલે (૨)
ગાજે ગોકુળ ની શેરી રે
પરોઢ થયું ને કોયલરાણી

ગોવાળો એ ગૌ ધણ છોડ્યા
યમુના ખળ ખળ વહેતી રે
મહિડાં લઈ મૈયારણ હાલી (૨)
ઝાંજર છમ છમ કરતી રે
પરોઢ થયું ને કોયલરાણી

પરોઢ થયું ને કોયલરાણી
ગીત મધૂરા ગાતી રે
પરોઢ થયું ને કોયલરાણી
પરોઢ થયું ને કોયલરાણી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ