પેરોડી



ગીત: પેરોડી
ફિલ્મ: દલડાં લીધા ચોરી રાજ

ઉંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા
પાણી ભરતા રે જોયો સાયબો (કોરસ)
બોલે અષાઢી ના મોર પાણી ગ્યાતા
પાણી ભરતા રે જોયો સાયબો
ઉંચી તલાવડી ની......(કોરસ)

ગંગા જમના બેડલું ને કિમખા ની ઈંઢોણી (૨)
નઝરૂ નીચી ઢાળું તોયે લાગે નઝરૂ કોની (૨)
વગડે ગાંજે મોરલી ના ચોર પાણી ગ્યાતા
પાણી ભરતા રે જોયો સાયબો
ઉંચી તલાવડી ની......(કોરસ)

હોય હોય છાનું રે સપનું કંઈ થાય નય થાય નય
ઝમકે નાં જાંજર તો જાંજર કેવાય નય
છાનું રે સપનું કંઈ થાય નય
છાનું રે સપનું કંઈ થાય નય થાય નય
ઝમકે નાં જાંજર તો જાંજર કેવાય નય
છાનું રે સપનું કંઈ થાય નય
એક ઘાયલ ને પાયલ બે છુપ્યા છુપાય નય
જાંજર ને સંતાડી રાખ્યું  રખાય નય
છાનું રે સપનું કંઈ થાય નય

ઓ નણદી ને ને પૂરવે એવા અનાડી
વાલા પણ વેરી થઈ ખાય જોને ચાડી (૨)
આવેલા શમણાંં નો (૨) લાવો લુંટાય નય
ઝમકે નાં જાંજર તો જાંજર કેવાય નય
છાનું રે સપનું કંઈ થાય નય
છાનું રે સપનું કંઈ થાય નય થાય નય
ઝમકે નાં જાંજર તો જાંજર કેવાય નય
છાનું રે સપનું કંઈ થાય નય

મારી વેણી માં ચાર ચાર ફુલ
અંબોડલે સોહે સોહામણી રે ચૂક (૨) કોરસ
ચોથુ ફુલ (૨) જાણે  મારા હૈયાં નાં હાર નું
જાણે પેલા રાત રાણી નું ફુલ
દિવસે નાં બોલે એ મોટા નાં માન માં (૨) કોરસ
રાતે બોલે બુલબુલ મારી વેણી માં ચાર ચાર ફુલ
મારી વેણી માં ચાર ચાર ફુલ
અંબોડલે સોહે સોહામણી રે ચૂક

હે તને જાતા જોઈ પનગટ ની વાટે મારૂ મન મોહી ગયું (૨) કોરસ
મારૂ મન મોહી ગયું (૨)
હે તને... હે તને જાતા જોઈ પનગટ ની વાટે મારૂ મન મોહી ગયું
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારૂ મન મોહી ગયું (૨) કોરસ
મારૂ મન મોહી ગયું (૨)
હે તને... હે તને જાતા જોઈ પનગટ ની વાટે મારૂ મન મોહી ગયું (કોરસ)

નય મેલું રે તારા ફળીયાંં માં પગ નય મેલું (૨) કોરસ
જોને લાગ્યું છબીલા મને તારૂ ઘેલું  (કોરસ)
નય મેલું રે તારા ફળીયાંં માં પગ નય મેલું (૨) કોરસ

મારા પાલવ નો છેડલો મેલ
છોગાળા ઓ છેલ  કે મન મારૂ ધડકે છે (૨) કોરસ
એ હું મોરલો ને તિં છે મારી ઢેલ
હું મોગરો તું વેલ કે મન મારૂ ધડકે છે (૨) કોરસ
મારા પાલવ નો છેડલો મેલ
છોગાળા ઓ છેલ  કે મન મારૂ ધડકે છે (૨) કોરસ

હે મન માની મન માની રાધા રાણી
કરી શાણી ઘેરો ઘુંઘટડો તાણી વધે અવળી રે વાણી
તારા રિસાયેલા રૂપ કેરી સુરત સુહાની
તને આવડી રૂપાળી મેંતો કોઈદિ ના જાણી
આવડી રૂપાળી મેંતો કોઈદિ ના જાણી
તને આવડી રૂપાળી મેંતો કોઈદિ ના જાણી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ