વેણું મા વિરડો



ગીત: વેણું માં વિરડો
ફિલ્મ: સેજલ સરજુ

એ મજબૂત રાખો મન ને
અને મારૂ હૈયું રહે નહિ હાથ માં
જેદિ એ હતો સઘળું હતું
મારૂ સુખ એની સાથ માં
એ હવે મજબૂર જીવવું રહ્યું
અને મને નેણે નિંદરાં ના આવતી
એ પરદેશી ખોયો પાદરે
મને યાદ સરજુ આવતો (૨)
એ પળ પળ સાજણ સાંભરે
અને આંંસું આંસું વહે મારી આંખ માં
જેદિ હતી સઘળું હતું
જનમો જનમ ની સાથ માં
હવે હૈયાં માં સળગી હોળીયું
અને કાળજા માં કટારી વાગતી
એ પાદર ગુમાવી પદમણી
મને યાદ સેજલ આવતી (૨)

વેણું માં વિરડો ગાળતી તી રે (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)
ખોબલે પાણી પાતી તી (મને) (૨)
ઘેલુડી રે રબારણ (૨)
વેણું માં વિરડો ગાળતી તી રે (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)

પણ નેણે, નેણે તજી નિંદરાંં અરે ભાવતાય તજ્યા ભાવ
પણ પાગલ, એ પાગલ થઈ ને પરવરૂ
અરે રે (મારા વહમાં દિને રાત) (૨)
ખેતરે ભાત લઈ આવતી તી (હું) (૨)
ઘેલડિયા રે રબારી (૨)
હો તારા હાથે મુને ખવરાવતી
ઘણા ભાવ થી મને ખવરાવતી રે
ઘેલુડી રે રબારણ (હો) (૨)

વેણું માં વિરડો ગાળતી તી રે (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)
પણ પળ પળ પદમણી સાંભરે
અરે વળી હૈયું હલ બલ થાય
પણ જળ થળ માં (૨) જીવ ના ઠરે
એ મારે દાવાનળ દલમાય (૨)
પંડ ના પાથરણા પાથરતી (મારા) (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)
ઓ તારા ઉર ના ઓચિંકે સુવરાવતી
તારા ઉર ના ઓચિંકે પોઢાડતી રે
ઘેલુડી રે રબારણ (હો) (૨)
વેણું માં વિરડો ગાળતી તી રે (૨)
ઘેલડિયા રે રબારી (હો) (૨)
ખોબલે પાણી પાતી તી (મને) (૨)
ઘેલુડી રે રબારણ (૨)
હો ઘેલડિયા રે રબારી
હો ઘેલુડી રે રબારણ
હો ઘેલડિયા રે રબારી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ