પરણીને પારકા થઈ ગયા



ગીત: પરણીને પારકા થઈ ગયા

રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ
હે… મારુ રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ
હે… મારી જાનુડી ની આવે જોને યાદ જો
મારી જાનુડી ની આવે જોને યાદ જો
પરણીને પારકા થઇ ગયા રે લોલ
ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ

મારો પેલો ને છેલ્લો પ્યાર તું હતી રે લોલ
હો..મારો પેલો ને છેલો પ્યાર તું હતી રે લોલ
તારી યાદોમાં જાય દિવસ રાત જો
હવે તારી યાદોમાં જાય દિવસ રાત જો
પરણીને પારકા થઇ ગયા રે લોલ
ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ

જીવ મને છોડતા કેમ ચાલીયો રે લોલ
ઓ તારો જીવ મને છોડતા કેમ ચાલીયો રે...
તું તો કેતી મારો જીગો જીગર જાન જો
તું તો કેતી મારો જીગો જીગર જાન જો
પરણીને પારકા થઇ ગયા રે લોલ
ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ

હો.. કોના સહારે અમે જીવશું રે લોલ
હો… હવે કોના સહારે અમે જીવશું રે લોલ
હો… કોને કહેશું હક દખ ની વાત જો
જાનુ કોને કહેશું દલડા કેરી વાત જો
અમે જીવતા જીવતી લાશ બની ગયા રે લોલ
તમે પરણી ને પારકા થઇ ગયા રે લોલ
તમે પરણી ને પારકા થઇ ગયા રે લોલ
જાનુ પરણી ને પારકા થઇ ગયા રે લોલ...

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ