ગીત: વાલી વાલી બેનડી
ફિલ્મ: તોરણ બંધાવો હો રાજ
એ કઠણ ચોટ છે કાળ ની
અરે મરણ મોટેરું માર
પણ કૈક રાજા કૈક રાજા ને રાજ્યા
અરે ઈતો છોડી હાલ્યા સંસાર
અરેરે ઈતો છોડી હાલ્યા સંસાર
વાલી રે વાલી મારી બેનડી
ઉઘાડી જોને તારી આંખડી
નોધારો થયો તારો બાળુડો આજે રે માણારાજ (૨)
પેલો રે વિસામો ઘરને આંગણે
પેલે વિસામે મૂકી પ્રાણ પોક
ભેળા રે થયા સૌ કોઈ લોક
ઉપાડી હાલ્યા તારી ઠાઠડી રે માણારાજ
બીજો રે વિસામો ઘરને બારણે
બીજે વિસામે કાઢી ઘર બાર
તારો રે છૂટી ગયો સંસાર
ઉપાડી હાલ્યા આજ હાંડડી રે માણારાજ
તીજો રે વિસામો ગાયો ને ગોંદરે
ત્રીજે વિસામે શ્રીફળ ફોડ્યા ચાર
સંસાર તો છે રે સાર
છાતી રે કૂટે તારી માવડી રે માણારાજ
ચોથો રે વિસામો છે શમશાન માં
ચોથે વિસામે સુતી ચિતા માય
લાડવો રે મુક્યો હાથો હાથ
ડાબે અંગુઠે દીધી આગડી રે માણારાજ
નોધારો થયો તારો બાળુડો આજે રે માણારાજ
0 ટિપ્પણીઓ