૪૬

 એ તો હમેશા મારી આસપાસ છે,

મારા માટે એ કરોડોમાં ખાસ છે,
એને હાસિલ કરવી એ મારા જીવનની અંતિમ આશ છે,
કેમ કે એના વગર જીવન મારું જાણે એક જીવતી લાશ છે

ભીડ નાં દરબાર માં કોને મળું
રાત ની વમજાર માંં કોને મળું,
લોકો ડરે છે કિનારા ઉપર મળતા
હું હવે આ મજધાર માં કોને મળું.

દિલ માં કોઈની યાદ ના પગલા રહી ગયા.
ઝલક ઉડી ગઈ ને આંખ માં આંસુ રહી ગયા.
ગૂડ બાય કહીને તેઓ ચાલ્યા ગયા…..
ગુંજતી હવા માં તેના પડઘા રહી ગયા

પાડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,
તારો અવાજ સંભાળું છો હું કિતાબ માં,
તારી મહેંદી નો રંગ મારી ગઝલ ને સજાવશે,
એકાદ પત્ર તુય લખે જો જવાબ માં.

ક્યારેક ધોધમાર વરસાદ વરસી જાય છે
તો ક્યારેક એક બુંદ ની તરસ રહિ જાય છે,
કોઈ ને મળે છે હજાર બહાના પ્રેમ માં
તો કોઈ એક ચહેરા માટે તરસી જાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ