નંદ કુંવર નાનો રે

ગીત: નંદ કુંવર નાનો રે
ફિલ્મ: માંડવડાં રોપાવો માણારાજ

નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે (૨) કોરસ
મોર મુકટ (કે) (૨) વાળો રે છોગાળો ચિતડાં નો ચોર છે
કે ફુલ કુંવર કાન કુંવર
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે (કોરસ)

રાધા ગોરી રે કેડ પાતલડી ઠુમકાળી ચાલ છે (૨)
ઈ ઠુમકા મા (૨) રમતો રે માધવ મનડાં નો મોર છે
કે ફુલ કુંવર કાન કુંવર
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે (કોરસ)

હે જાંજર નો ગણગણાટ ટીલડી નો જળહળાટ
ઘુઘરી નો ઘમઘમાટ થાયે થાયે
ઓલી નખરાળી રાધા ના નૈનો માં સળવળાટ
કાળજડે કમકમાટ થાયે થાયે
હે કમખા ની કચ માં બાંધ્યું જોબન લાલ
દલડું બેહાલ નવ માને માને
એવી લટકાળી ચાલ ને કાળા ભમ્મર વાળા
ગુલાબી ગાલ મન મોહે મોહે (૩)

રાધા ગોરી રે મુખ ચાંંદલીયો અંજવાળી રાત છે (૨) કોરસ
ઈ રાતડી માં (૨) ભમતો રે નઠારો નિંદરૂ નો ચોર છે
કે ફુલ કુંવર કાન કુંવર
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે (કોરસ)

હે હળદર વર્ણા રે હાથ શોભે ચુડલા નો સાથ
કરતા મનડાં ની વાત મીઠાં ભાવે
રૂડી લાખેણી કેડ નાં કંદોરે ઘૂઘર માળ
મીઠાં મધુર ગીત ગાવે ગાવે
હે ચુંદલડી ફરકે લાલ નથડી શોભે કમાલ
નવ લખા હિરલા ની હોવે હોવે
એવી પિતળશી પિંડ્યું માં કડલા નો ખળખળાટ
અંતર માં પ્રીત નાદ થાયે થાયે (૩)

નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે
મોર મુકટ વાળો રે છોગાળો ચિતડાં નો ચોર છે
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે
મોર મુકટ વાળો રે છોગાળો ચિતડાં નો ચોર છે
નંદ કુંવર નાનો રે કાનૂડો કાળજા ની કોર છે
મોર મુકટ વાળો રે છોગાળો ચિતડાં નો ચોર છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ