મનોરથ જીવ



ગીત: મનોરથ જીવ
ફિલ્મ: લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે

ઝાલીને મનોરથ જીવ તું (૨)
મ્હાલી રે માયા ને જીવ તું
અધીરો ને વ્યાકુળ થઈ ને
પામે રે કશું નહીં જીવ તું
કોરસ: અધીરો ને વ્યાકુળ થઈ ને
પામે રે કશું નહીં જીવ તું (૨)

પારેવા ઉડે એ દિશે
મનડા તારે ના જાવું
નથી ત્યાં એ માળો તારો
નથી સરનામું તારું
બાકી તો બધુંય ખોટું (૨)
એક તારો મારગ હાચો
માયા કેરી ચાદર ઓઢી 
પામે રે કશું નહીં જીવ તું
કોરસ: હો અધીરો ને વ્યાકુળ થઈ ને
પામે રે કશું નહીં જીવ તું (૨)

Post a Comment

0 Comments