ફિલ્મ: રસિયા તારી રાધા રોકાણી રણમાં
મનડે રાધા મુરત તારી દલડે દરદ હજાર (૨)
રાધા રાધા રુદિયુ ઝંખે પ્રીત કરે પોકાર (૨)
મનડે રાધા મુરત તારી દલડે દરદ હજાર (૨)
રાધા રાધા રુદિયુ ઝંખે પ્રીત કરે પોકાર (૨)
મારી પ્રીત કરે પોકાર પ્રીત કરે પોકાર
પળ પળ તારી યાદ સતાવે કાળજ કોરી ખાવે
ચહેરો તારો સામે આવે મન મારું તડપાવે (૨)
સાજણ તારો સાદ કરે (૨)
તું કેમ ન દોડી આવે કેમ ના દોડી આવે
આહટ ભરતો આતમ મારો આંખે અશ્રુધાર (૨)
રાધા રાધા રુદિયુ ઝંખે પ્રીત કરે પોકાર (૨)
મારી પ્રીત કરે પોકાર મારી પ્રીત કરે પોકાર
રહ રહ મારો રુદિયો રોતો હૈયે મળી હતાશા
તારા વિરહ માં હું રે તડપ તો લઈને પ્રેમની ભાષા (૨)
દિલમાં પ્રીત નો દીવો બળતો (૨)
અખંડ તારી આશા (૨)
કરના કસોટી પ્રીતની મારી ના કર જાજી વાર (૨)
રાધા રાધા રુદિયુ ઝંખે પ્રીત કરે પોકાર (૨)
મારી પ્રીત કરે પોકાર મારી પ્રીત કરે પોકાર
મારી પ્રીત કરે પોકાર
0 ટિપ્પણીઓ