ગીત: ઢોલીડા તારો ઢોલ વાગે રે
ફિલ્મ: રસિયા તારી રાધા રોકાણી રણ માં
હૈયા માં મારે હરખ જાગે રે ઢોલીડા તારો ઢોલ વાગે રે
રમવા ને મારું મનડું લાગે રે ઢોલીડા તારો ઢોલ વાગે રે
ઢોલ તારો વાગે જોબન મારું જાગે (૨)
હો જગન એની મને લાગે ઢોલીડા તારો ઢોલ વાગે રે
કોરસ: ઢોલીડા તારો ઢોલ વાગે રે (૨)
રમવા ને મારું મનડું લાગે રે ઢોલીડા તારો ઢોલ વાગે રે
કોરસ: ઢોલીડા તારો ઢોલ વાગે રે (૨)
આવ્યો આવ્યો રે આજ અવસર આનંદ નો
રમો રમો રે આજ રાસ એવા રંગ નો
આવ્યો આવ્યો રે આજ અવસર આનંદ નો
રમો રમો રે આજ રાસ એવા રંગ નો
સ્નેહ ભર્યો સંગ આજ આનંદ ઉમંગ (૨)
હો મનડું મારું મોજ માંગે ઢોલીડા તારો ઢોલ વાગે રે
કોરસ: ઢોલીડા તારો ઢોલ વાગે રે (૨)
રમવા ને મારું મનડું લાગે રે ઢોલીડા તારો ઢોલ વાગે રે
કોરસ: ઢોલીડા તારો ઢોલ વાગે રે (૨)
આજ ની રાત વાલા મન ભરી રમીએ
રાસ ને ખાસ કરી સંગે ઉજવીએ
ડાકોર નો રાસ મારા ઠાકોર નો રાસ (૨)
હો તન મૂકી ને મન ભાગે ઢોલીડા તારો ઢોલ વાગે રે
કોરસ: ઢોલીડા તારો ઢોલ વાગે રે (૨)
રમવા ને મારું મનડું લાગે રે ઢોલીડા તારો ઢોલ વાગે રે
કોરસ: ઢોલીડા તારો ઢોલ વાગે રે (૨)
ઓ રંગ રસિયા ઓ મન વસિયા
મારા સાયબા સાવરિયા
ઓ ગોરિયા વાલી થઇ આવ
મારી રાધા હો પરદેસીયા
હો કાન અને તાલ મળે સાયબા ના સાથ માં
હૈયા ને હોશ મળે રાસ રાસ ના સાથ માં
રમજટીયો રાસ પાડે મનડે પ્રકાશ (૨)
પ્રીત એ ગમવા લાગી ઢોલીડા તારો ઢોલ વાગે રે
ઢોલીડા તારો ઢોલ વાગે રે
0 ટિપ્પણીઓ