મીંઢળ બાંધી ને માલણ



ગીત: મીંઢળ બાંધી ને માલ

હો મીંઢળ બાંધી ને માલણ તમે માંડવે બેઠા (૨)
હો મીંઢળ બાંધી ને માલણ મારી માંડવે બેઠા
હે મને દિલ ની કરી ના કોઈ વાત
પલ માં છોડી દીધો રે મારો સાથ
હે કઠણ કાળજા ના ગોરી તમે કેમ રે બન્યા
હો મીંઢળ બાંધી ને માલણ મારી માંડવે બેઠા

હો વેલી પરોઢિયે મને સપનું રે આવ્યું
કાન માં સંભળાયું ઢોલ ને શરણાયું
હો પારકું પાનેતર ગોરી ઓઢી બેઠા
છોડી ને સાથ મારો થઇ ગયા છેટા
હે મને માંનવા માં નથી આવતું લગાર
ગોરી કહી દેને આ ખોટું છે બધું યાર
હે તમને હસતા જોઈ અમે રાતા પાણીએ રડ્યા
હે મીંઢળ બાંધી ને માલણ મારી માંડવે બેઠા

હા મને છોડી સાજણ નય થાવ સુખી
સાસરીયે જઈ ને તમે ફરશો દુખી દુખ
હો પ્રેમ ની વાતો મારી યાદ તને આવશે
અડધી રાતે તને નીંદર ના આવશે
હે તને પરણી ને પસ્તાવો થાશે યાર
મારા જેવો કોઈ નય કરે પ્યાર
હે હજી સમય છે સાજણ સમજી રે જાવ
હો મીંઢળ બાંધી ને માલણ મારી માંડવે બેઠા
હે મીંઢળ બાંધી ને માલણ તમે માંડવે બેઠા
હે મીંઢળ બાંધી ને માલણ માંડવે બેઠા

Post a Comment

0 Comments