ગીત: દિલ મારું કહે છે
ઓ દિલ મારું કહે છે આવી ને મળી લવ (૨)
મારે કહેવું કઈ નથી ખાલી મન ભરી ને જોઈ લવ
હો હવે કહેવું કઈ નથી ખાલી મન ભરી ને જોઈ લવ
ઓ દિલ મારું કહે છે આવી ને મળી લવ (૨)
હો બંધ આંખો પણ ના ભુલાવી શકે
તારો ચહેરો છે એવો મજાનો
ના મહારાજા કોઈ ખરીદી શકે
તું એવો છે કીમતી ખજાનો
આ બેચેની તો તારી તીરસી નજર નો કમાલ છે
તું જેને મળશે એતો વાલો માલા માલ છે
આ મન ને કયાં સુધી હું મનાવી ને રાખું (૨)
હવે સહેવું કઈ નથી ખોળે માથું નાખી રોઈ લવ
સહેવું કઈ નથી ખોળે માથું નાખી રોઈ લવ
હો આજે પરલોક થી છે ઉતરી પરી (૨)
કોઈ ના કરી શકે તારી બરોબરી
હો ના કોઈ ગમી તારા શિવાય સુંદરી
જોઈ તને મેં જ્યાર થી ઓ છોકરી
ઓ મહારાણી તું મળી ને આં રાજા ન્યાલ છે
તું મને મળી તારો વાલો માલા માલ છે
ઓ આ દિલ મારું કહે છે આવી ને મળી લવ
દિલ મારું કહે છે આવી ને મળી લવ
મારે કહેવું કઈ નથી ખાલી મન ભરી ને જોઈ લવ
હો મારે કહેવું કઈ નથી ખાલી મન ભરી ને જોઈ લવ
હો મારે કહેવું કઈ નથી ખાલી મન ભરી ને જોઈ લવ
0 ટિપ્પણીઓ