મારી હંભાળ લેનારી જતી રહિ



 ગીત: મારી હંભાળ લેનારી જતી રહિ

હો એના ગયા પછી જીંદગી જાણે પૂરી થઇ ગઈ (3)
મારી હંભાળ લેનારી જતી રે રહિ
હે મારા હાથ માંથી સુખ ની રેખા હટી રે ગઈ (૨)
મારી હંભાળ લેનારી જતી રે રહિ
હો રિહામણા મનામણા શું રે થઇ ગયા
કીધા વગર એતો દુર રે થઇ ગયા (૨)
હે મારી વાત નો વિહામો મને મળ્યા વગર ગઈ
મારી હંભાળ લેનારી જતી રે રહિ
રોજ મારી હંભાળ લેનારી જતી રે રહિ


હો આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી
એના મારા કપડા નો કલર મેશિંગ કરતી
હો એની  ઓઢણી થી મારો પરસેવો રે લુસ્તી
ખબર છે મારા માટે પેપળો એ પુંજતી 
હો કોના માટે અમે હવે તૈયાર થઇ ફરશું
શોખ બધા છોડી દીધા ઠાઠ નહિ કરશું (૨)
દિલ ના ચોપડે થી નામ મારું કમી કરી ગઈ (૨)
મારી હંભાળ લેનારી જતી રે રહિ
જીગા ની હંભાળ લેનારી જતી રે રહિ


હો એની જાત થી વધારે એ ચિંતા મારી કરતી
નશીબ વાળા ને આવી પ્રેમીકા રે મળતી
હો મે ખાધુ કે ના ખાધુ એ ખબર બધી રાખતી
રોજ મોડા ઘેર પહોંચુ ત્યા સુધી એ જાગતી
હો પરણી ને લાવવી હતી મારા રે ઘર માં
ખોટ મોટી પડી ગઈ મારા રે જીવતર માં (૨)
હે મારા અડધા અંગ ની ધણીયાણી હેત ભૂલી ગઈ (૨)
મારી હંભાળ લેનારી જતી રે રહિ

હો એના ગયા પછી જીંદગી જાણે પૂરી થઇ ગઈ (3)
મારી હંભાળ લેનારી જતી રે રહિ
જીગા ની હંભાળ લેનારી જતી રે રહિ
કાયમ હંભાળ લેનારી જતી રે રહિ
હે મારી હંભાળ લેનારી જતી રે રહિ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ