ગીત: ફટાણું (લગ્ન ગીત)
ફિલ્મ: તોરણ બંધાવો રાજ
હે ક્યાંથી લાવ્યા રે....(૨)
આવા બાવળીયા ના ઠુંઠા જેવા ને ક્યાંથી લાવ્યા રે
કોરસ: આવા બાવળીયા ના ઠુંઠા જેવા ને ક્યાંથી લાવ્યા રે
હે લેવા આવ્યા રે .... (૨)
તારી વંઠેલી આ વાંદરી ને અમે લેવા આવ્યા રે
કોરસ: તારી વંઠેલી આ વાંદરી ને અમે લેવા આવ્યા રે
હે ક્યાંથી લાવ્યા રે....(૨)
આવા ફૂટેલા ડબ્બા ને તમે ક્યાંથી લાવ્યા રે
કોરસ: આવા ફૂટેલા ડબ્બા ને તમે ક્યાંથી લાવ્યા રે
હા હા લેવા આવ્યા રે .... (૨)
તારી ભટકતી આ ઢોર જેવી ને લેવા આવ્યા રે
કોરસ: તારી ભટકતી આ ઢોર જેવી ને લેવા આવ્યા રે
એ ટાંટિયા એના લાંબા એતો કાઢી નાખશે ગાભા
રહજો છેટા આ ઊંટ નો બીજો ભાઈ છે
કોરસ: એ ટાંટિયા એના લાંબા એતો કાઢી નાખશે ગાભા
રહજો છેટા આ ઊંટ નો બીજો ભાઈ છે
હે માંડવે થી એને કાઢો એને રહેવા દયો અલી વાંઢો
અરે આ જેટલો ઉપર છે એટલો માય છે
કોરસ: હે માંડવે થી એને કાઢો એને રહેવા દયો અલી વાંઢો
અરે આ જેટલો ઉપર છે એટલો માય છે
હે જુવો જુવો સૌ સામે પેલી જાડી વેવાણ નાચે
દેખાય ઈતો ભાદરવાની ભેંસ છે
કોરસ: હે જુવો જુવો સૌ સામે પેલી જાડી વેવાણ નાચે
દેખાય ઈતો ભાદરવાની ભેંસ છે
હે પગ ના નય ઠેકાણા તોય ગાતી ઉસળી ગાણા
એના ડોળા મોટા ને આંખે મેસ છે
કોરસ: હે પગ ના નય ઠેકાણા તોય ગાતી ઉસળી ગાણા
એના ડોળા મોટા ને આંખે મેસ છે
હે અણવર છે કે પાડો છે
કોરસ: પાડો છે પાડો છે
હે એક આંખે બાડો છે
કોરસ: પાડો છે પાડો છે
એતો ભજીયા ચોરી ખાય છે
કોરસ: ખાય છે ખાય છે
હે પાહળિયું દેખાય છે
કોરસ: ખાય છે ખાય છે
હે વર ની સાળી ને બોલાવો રે
કોરસ: બોલાવો રે બોલાવો રે
હે એના ઘાઘરા માં ઉંદર ઘાલો રેં
કોરસ: ઘાલો રેં ભાઈ ઘાલો રેં
હે ઉંદર દોડા દોડી કરશે રે
કોરસ: કરશે રે ભાઈ કરશે રે
હે વાંદરી ઉંચી નીચી થાશે રે
કોરસ: થાશે રે ભાઈ થાશે રે
કોરસ: પાડો છે પાડો છે
કોરસ: બોલાવો રે બોલાવો (૪)
0 ટિપ્પણીઓ