મારી તે ઓઢણી


 

ગીત: મારી તે ઓઢણી

ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં


મારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના

મારી તે ચુડલી પહેરી બીજાની પહેરાય ના

ઓઢી રે તેતો ઓઢી રે (૨) બીજા ની ઓઢાય ના

તારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના

તારી તે ચુડલી પહેરી બીજાની પહેરાય ના

 ઓઢી રે મેંતો ઓઢી રે (૨) બીજા ની ઓઢાય ના

 મારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના


એ પ્રીત્યું ઓઢણી ઓઢાડી સાજણા લઈ જાઉં તુજને રે

ગોરી લઈ જાઉં તુજને રે

હં...  ઓઢણીઓઢી ને રાધા બાનુ મારા શ્યામ ની (૨)

જુગ જુગ થી હું પુજા કરું તારા પ્રેમ ની

વાંસલડી ના હું સૂર બની (૨) પુજા કરું મારા શ્યામ ની

હે મારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના


ઓ જુઠીરે જગ ની રિત્યું ની  ઓટ માં નૈયા પ્રીત ની ડૂબાય

ગોરી નૈયા પ્રીત ની ડૂબાય

હે પ્રેમ ની શક્તિ જગ માં જે કોઈએ જાણી (૨)

પ્રેમ ની શક્તિ જગ માં છે સાજન પુંજાણી

જગ વેરી થાયે જુગ વેરી (૨) થઈ ને રહું મારા શ્યામ ની

 હે મારી તે ઓઢણી ઓઢી બીજા ની ઓઢાય ના

 મારી તે ચુડલી પહેરી બીજાની પહેરાય ના

 ઓઢી રે તેતો ઓઢી રે (૨) બીજા ની ઓઢાય ના

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ